Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

સુરતના પાંડેસરાની જીઆઈડીસીમાં આગની ઘટના બનતા તંત્રએ કામગીરી હાથ ધરી

સુરત:ના પાંડેસરા જીઆઈડીસીમાં દોઢેક માસ પહેલા બનેલી દુર્ઘટના બાદ મ્યુનિ. તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં મોટા ભાગના એકમોમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા ન હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિ.ના ફાયર વિભાગે આ સર્વેની કામગીરી બાદ હાલમાં ૫૫ જેટલા એકમોને ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટેની નોટીસ આપી છે. આગામી દિવસોમાં અન્ય યુનિટો સામે પણ કામગીરી કરવામાં આવશે. પાંડેસરા જીઆઈડીસીમાં આગની દુર્ગટના બાદ જીઆઈડીસીમાં આવેલા તમામ એકમોમાં સ્ટ્ર્કચરલ સ્ટેબીલીટી અને ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી માટેનો સર્વે હાથ ધરવાાં આવ્યો હતો. ૧૫૦ જેટલા એકોમમાં સર્વે કરીને ૧૩૫ જેટલા એકમોને સ્ટ્ર્કચરલ સ્ટેબીલીટી તથા ફાયર સેફ્ટીના સાધનો માટેની નોટીસ ફટકારવામાં આવી હતી. મોટા ભાગના યુનિટોમાં ફાયર સેફ્ટીના સાધનોની પુરતી સુવિધા નહીં હોવાથી સુવિધા ઉભી કરાવવા માટેની કામગીરી મ્યુનિ. તંત્રએ શરૃ કરી છે. હાલમાં મ્યુનિ. તંત્રએ પાંડેસરા જીઆઈડીસીના ૫૫ યુનિટોને ફાયર સેફ્ટીના સાધનોની ફીટ કરાવવા માટેની નોટીસ આપી દીધી છે.
 

(4:54 pm IST)