Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઉમરેઠમાં ઉઠમણાં કેસમાં રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી 70 લાખના દાગીના જપ્ત કરાયા

ઉમરેઠ:ના કરોડો રૂપિયાના ઉઠમણાં કેસમાં ધરપકડ કરાયેલા અર્પિત ગાભાવાલાની રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતાં મામાના ઘરે છુપાવી રાખેલા સોના-ચાંદીના દાગીના બતાવતાં પોલીસે ગઈકાલે સર્ચ ઓપરેશન કરીને ૬ પાણીના જગમાં છુપાવી રાખેલા ૭૦ લાખના દાગીના જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા અર્પિત દિપકભાઈ ગાભાવાલાના ૧૧ દિવસના રીમાન્ડ મેળવીને તપાસ કરતી સીટ પોલીસે ઝીણવટભરી પુછપરછ કરતાં તેણે એવી કબુલાત કરી કે, ૧૧મી મેના રોજ તે કલ્પેશ ઉર્ફે પપ્પુ અને ગુંજન ગાભાવાલા શ્રી નારાયણ શ્રોફની પેઢીએ પહોંચ્યા હતા અને પાણીના છ જગોમાં સોના-ચાંદીના દાગીના ભરીને પાછલા બારણે ઉભી રાખેલી મારૂતિ ફ્રન્ટીકારમાં મુકીને મામા હરિવદન કનૈયાલાલ શાહના ઘરે છુપાવી દીધા હાવોની કબુલાત કરી હતી જેથી પોલીસે ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાથી સર્ચ ઓપરેશન હાથ ઘર્યું હતુ જે દરમ્યાન ઉપલા માળે જવા માટેના દાદર પાસે બનાવવામાં આવેલા એક માળિયામાં છુપાવી રાખેલા છ જગો નીચે ઉતારીને તેની તપાસણી કરતાં અંદરથી ૭૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગના મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ઘરી છે. 
પોલીસના જણાવ્યા અનુસાર આ પહેલાં સમગ્ર ઉઠમણાં કેસમાં માસ્ટર માઈન્ડ મનાતા સંજય રમેશચન્દ્ર શાહના શીવ બંગલામાં છાપો મારીને સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હતુ પરંતુ તેમાંથી કશુંય મળ્યુ નહોતુ. દરમ્યાન આજે હાઈકોર્ટમાંથી ધરપકડની સામે રાહત મેળવનાર ગુંજના ગાભાવાલા તપાસ કરતી સીટ પોલીસ સમક્ષ હાજર થયો હતો જ્યાં તેના જવાબ લઈને નોટિસ આપી આવતીકાલે ફરીથી તપાસમાં સહયોગ આપવા માટે હાજર રહેવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

(4:53 pm IST)