Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નડિયાદ પોલીસે વિઠલપુરામાં જુગાર રમતા 7 શખ્સોને 21 હજારની રોકડ સાથે ઝડપ્યા

નડિયાદ:ડિવિઝન સ્ક્વોર્ડ પોલીસે ખેડા તાલુકાના વિઠ્ઠલપુરામાં દરોડો પાડી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો, દાવ તેમજ અંગજડતીમાંથી રૂ. ૨૧,૫૭૦ તથા ચાર મોટર સાયકલો મળી કુલ રૂ. ૧,૪૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડ પોલીસ ગઈકાલે ખેડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન મહિતી મળેલ કે વિઠ્ઠલપુરામાં જુગાર રમાય છે જેથી પોલીસે રેઈડ કરતા પત્તાપાનાને હારજીતનો જુગાર રમતા સાત ઈસમો જેમાં વિમલ રજનીકાંત દરજી, દિપક મનુભાઈ કાછીયા, પ્રતિક જગદીશભાઈ સુખડીયા, મીનેષ ભરતભાઈ પ્રજાપતિ, આશીષભાઈ ગોરધનભાઈ ધોબી, મુકેશ ઓમપ્રકાશ પંડ્યા તથા નરેન્દ્ર ભરવાડને ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો દાવ તેમજ અંગજડતીમાં મળી કુલ રૂ. ૨૧,૫૭૦ રોકડ ચાર મોટર સાયકલો રૂ. ૧,૨૨,૫૩૦ મળી કુલ રૂ. ૧,૪૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(4:48 pm IST)