Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ડીસામાં મહિલાની છેડતી કરીને વિડિઓ વાયરલ કરનાર ત્રણ શખ્શોની ધરપકડ

મહિલાની પજવણી કરીને કાર હંકારી રહેલા તેના સબંધી પાસેથી 20 હજાર પડાવી લીધા હતા

બનાસકાંઠાના ડીસામાં મહિલાની છેડતી બાદ વીડિયો વાયરલ કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે  ત્રણેય શખ્સોએ કારમાં જઈ રહેલી મહિલાને રોકીને તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં મહિલા સાથે કારમાં હાજર રહેલા તેના સંબંધી પાસેથી ત્રણેય યુવકોએ પૈસા પણ પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી હતી.

 ડીસાના ટેટોડા ગામ ખાતે મહિલાની પજવણી કરીને તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાની ફરિયાદ મુજબ તે પોતાના એક સંબંધી સાથે મંદિરેથી પરત આવી રહી હતી ત્યારે ત્રણ યુવકોએ તેની પઝવણી કરતો વીડિયો બનાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો 

  ફરિયાદ મુજબ  ધાનેરાના કુમાર ગામની 24 વર્ષની મહિલા ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના પિતાના ઘરેથી જાવલ ખાતે પૂનમ ભરવા માટે મંદિર ગઈ હતી. ત્યાંથી તે પોતાના એક સંબંધી સાથે કારમાં પરત ફરી રહી હતી ત્યારે ઝેરડા ગામના ત્રણ યુવકોએ તેની કાર અટકાવી હતી કાર એકાંતની જગ્યાએ હંકારી જવાની ફરજ પાડી હતી.

   ત્રણેય યુવકોએ કાર હંકારી રહેલા વ્યક્તિને બહાર કાઢીને કારમાં બેઠેલી મહિલાની ઓઢણી ખેંચીને લીધી હતી. આટલું જ નહીં મહિલાની છેડતી કરીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કાર હંકારી રહેલા તેના સંબંધી પાસેથી રૂ. 20 હજાર જેટલી રકમ પડાવી લધી હતી. ત્રણેય યુવકોએ આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. મહિલાને આ અંગેની જાણ થતાં તેણે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.

 

(1:02 pm IST)