Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

દાહોદઃ ચંચેલાવ હાઈવે ઉપર આઈસરમાંથી રૂપિયા 22.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હરિયાણાથી દાહોદની બોર્ડર થઈને ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને ઝડપી પાડતી પોલીસ

પોલીસે બાતમીના આધારે ઈન્દોર તરફથી આવી રહેલા એક બંધ બોડીના આઈસર કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો દાહોદ સરહદો પાર કરીને ચંચેલાવ હોટલ પાસે ઉભો રહ્યો હતો. ત્યારે એલસીબી પીઆઈ ડી.એન.ચુડાસમાએ આ કન્ટેનરની તલાસી લેકાં તેમાં રહેલો રૂપિયા 22.57 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે આઈસરનો ચાલક ઝડપાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

  પંચમહાલ પોલીસ વડા તરીકે ર્ડા.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ એલસીબી, એસઓજી અને ગોધરા તાલુકા પોલીસ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં રર.પ૭ લાખ રૂપિયાનો અધધધ શરાબનો જથ્થો ઝડપાયો હોવાની આ પ્રથમ ઘટના છે. આ સંદર્ભમાં જાણવા મળ્યા પ્રમાણે એલસીબી પીઆઈ ડી.એન.ચુડાસમાને ગત મોડી સાંજે એક બંધ બોડીના આઈસર કન્ટેનરમાં જંગી માત્રામાં શરાબનો જથ્થો દાહોદ-ગોધરા હાઈવે ઉપરથી આવી રહ્યો છે. જે હાઈવેની વે-વેઈટ હોટલ ખાતે ડ્રાયવર ચા પીવા ઉભો છે.

  આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી પીઆઈ ચુડાસમાએ એસઓજી શાખા તથા ગોધરા તાલુકા પોલીસ તંત્રની મદદ લઈ ચંચેલાવ સ્થિત આ હોટલ ખાતે સંયુક્ત કવાયતમાં પોલીસ તંત્રનો કાફલો હોટલ વે-વેઈટ ઉપર પહોંચ્યો હતો. બાતમીના આધારે હરિયાણા પાસીંગનો આઈસર નંબર એચઆર-55, યુ- 7739 ના ચાલક સમતેજસીંગ ગુરૂદર્શનસીંગને શોઢીના કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી શરાબના જથ્થાની ૩૭૯ પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 22.57 લાખ આંકવામાં આવી હતી.

  ઈન્દોર તરફથી આવી ગુજરાત સરહદે ચેકપોસ્ટ ઉપરથી સલામત પસાર થઈને ડ્રાયવરની ચા પીવાની ઈચ્છાઓ સાથે ચંચેલાવ સ્થિત હોટલ વે-વેઈટ ખાતેથી ઝડપાયેલા આ આઈસર કન્ટેનર ઉપર ડાક સેવા તથા ભારતસરકારના બેટી બચાવો બેટી પઢાવો જેવા સુત્ર લખીને પોલીસ તંત્રને સહેજપણ શંકા ના જાય આ ઈરાદાઓ સાથે શરાબનો જથ્થો વહન કરતા હોવાનું સામે આવ્યું છે.

  ઝડપાયેલા આઈસર ચાલક રામતેજસીંગે મોબાઈલ ફોન ઉપરની સુચનાઓના આધારે તેને અમદાવાદ હાઈ-વે ઉપર જવાનું જણાવ્યુ હતુ. જાકે એલસીબી પીઆઈ ડી એન ચુડાસમાએ બે મોબાઈલ ફોન કબ્જે કરીને કોલ ડીટેલ્સના આધારે બુટલેગરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

(12:52 pm IST)