Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મહેસાણાની પરણિતા પર ગેંગરેપના ગુન્હામાં છ આરોપીઓ ઝડપાયા

અમદાવાદથી પિયર જતી પરણિતા પર રિક્ષાચાલક અને તેના મિત્રોએ બળાત્કાર કર્યો હતો

મહેસાણાની પરિણીતા સાથે થયેલ ગેંગરેપના ગુન્હામાં મહેસાણા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ મામલે છ આરોપીને ઝડપી પાડ્યા છે.

   પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં નવસાદ, સોહિલ, રાકેશ, ટીનો, અજય અને વિજયનો સમાવેશ થાય છે

  . અમદાવાદથી પોતાના પિયર જતી પરિણીતા ઉપર રીક્ષા ચાલક અને તેના મિત્રોએ પરિણીતાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મના પાપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

(6:59 pm IST)