Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વલસાડ જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગથી નીચાળવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

વલસાડ જીલ્લામાં મેઘરાજાએ લગભગ 12 દિવસ સુધી વિરામ લીધા બાદ બીજી ઈનિગની શરૂ થતાં ગત 24 કલાકમાં સરેરાશ 2.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડયો હતો. જયારે દા.ન.હવેલીમાં 2 ઈંચ અને દમણમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો

   . મધુબન ડેમમાં ઉપરવાસમાં પણ વરસાદ ધીમો પડતા આજે 16208 કયુસેક પાણીની આવક થઈ હતી. સાંજે ડેમની સપાટી 73 મીટર નોંધાઈ હતી. જેના કારણે વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કલેકટરે ટ્વીટ કરીને નીચાણવાળા વિસ્તાર માટે એલર્ટ જાહેર કર્યુ હતું.

(7:07 pm IST)