Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદઃ પ્રતિબંધ છતાં સરકારના ઉચ્ચ અધિકારી BRTS કોરિડોરમાં કાર ચલાવતા વીડિયોમાં ઝડપાયા

અમદાવાદ ;અમદાવાદમાં ટ્રાફિક પોલીસ મોટી મોટી ડરાઇવ કરીને નિયમ વિરુદ્ધ વાહન ચલાવતા લોકોને દંડ ફટકારી રહ્યાં છે બીજીતરફ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલવા પ્રયાસ કરી રહી છે ત્યારે કેટલાક સરકારી અધિકારીઓ જ ટ્રાફિકના નિયમો પાડી રહ્યા નથી.

  એએમસીએ બીઆરટીએસ કોરિડોરમાં બીઆરટીએસ બસ સિવાય કોઇ પણ પ્રાઇવેટ કે સરકારી વાહનોને ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે સરકારના ઉચ્ચ અધિકારી બીઆરટીએસ કોરિડોરમાં કાર ચલાવતા કેમેરામાં કેદ થયા હતા

 . અમદાવાદના શિવરંજનીથી નહેરૂનગર સર્કલ તરફના બીઆરટીએસ કોરિડોરમાં  ઉચ્ચ પોલીસ અધિકારી કાર ચલાવતા જોવા મળ્યાં હતા. સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસેથી ક્યારે દંડ વસૂલવામાં આવશે તેવું લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

(8:32 pm IST)