Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ

કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા સામે આવ્યો છે એક વ્યક્તિએ પેન્ટની નીચે પગ પાસે દારૂની બોટલો સેલોટેપથી લગાવી હતી જેની ધરપકડ કરવામાં આવી છે.

   આ અંગે મળતી વિગત મુજબ સુરતમાંથી 93 કોટર દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિએ દારૂની હેરાફેરીના આઈડિયાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ વ્યક્તિએ પેન્ટની અંદર પગની પર બોટલો છૂપાવી હતી. કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી હતી. વરાછા પોલીસે રેલ્વે ગરનાળા પાસેથી આ આરોપીને ઝડપ્યો છે. તે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરવા સુરત આવ્યો હતો. પણ હેરાફેરી કરે તે પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી.

(8:34 pm IST)