Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મહીસાગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન :કડાણામાં 6 ઇંચ અને સંતરામપૂરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો

ભારે વરસાદના પગલે નવા બનેલા રસ્તાઓ ધોવાણનો સીલસીલો યથાવત

અમદાવાદ :  ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં મહીસાગર જિલ્લામાં  મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ તેમજ સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે ભારે વરસાદના પગલે નવા બનેલા રસ્તાઓ ધોવાણનો સીલસીલો યથાવત છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

(10:58 pm IST)