Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેડીયાપાડાના પાટવલી વિસ્તારમાં ફરજ બજાવતા બીટગાર્ડ પર હુમલો કરનાર પિતા,પુત્ર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકાના પાટવલી ફોરેસ્ટ સાઈટ વિસ્તારમાં ઝાડ કાપનાર બે શખ્સોને અટકવનાર બીટગાર્ડ પર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે

પ્રાપ્ત માહિતી અનુસાર બીટગાર્ડ વિકેશભાઈ ખુશાલભાઈ રાઠવાની ફરિયાદ મુજબ તેઓ સગાઇ રૅન્જમા પાટવલી બીટમા બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હોઇ જેથી તેઓ પાટવલી ફોરેસ્ટ કેમ્પ સાઇટ વિસ્તારમાં કંપાર્ટમેન્ટ નંબર -૩૦૨ મા જંગલમા ઝાડવા પોતાની ફરજ ઉપર પેટ્રોલિંગમાં હતા

 તે દરમ્યાન અમરસિંગ રડવિયાભાઇ વસાવા( રહે.પાટવલી , જાંબુફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા)નો તેમજ તેનો દિકરો જેનું નામ ખબર નથી જેઓ જંગલખાતાનુ ઝાડ ગેરકાયદેસર રીતે કાપતા હોઇ જેઓને ઝાડ કાપતા રોકવા માટે જતા બંન્નેએ ફરી.ને ગાળા ગાળી કરી હુમલો કરી અને છુટા હાથથી ગડદા પાટુનો માર મારી અને દિકરાએ તેના હાથમાંની કુહાડીથી મારવા જતા કુહાડી બીટ ગર્ડના ડાબા હાથમાં કાંડાથી નીચેના ભાગે કુહાડીનો મુંદર વાગી ગયેલ જેથી ફરજ ઉપર હાજર ફોરેસ્ટ ખાતામા રોજમદાર તરીકે ફરજ બજાવતા ઓલીયાભાઇ રૂપાભાઇ વસાવા તથા સુરેશભાઇ ફતેસિંગભાઇ વસાવા નાઓ ત્યાં આવતા જોઇને આ બંન્ને ગાળો બોલી કહેવા લાગેલ કે આજે તો તું બચી ગયેલ છે , બીજીવાર આ જંગલ વિસ્તારમાં એકલો મળશે તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી ત્યાંથી નાસી જતા પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે

(10:12 pm IST)