Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભરૂચ અને નર્મદા જિલ્લામાં શનિવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી:ઓરેન્જ એલર્ટ જાહેર

બન્ને જિલ્લા કલેક્ટરોએ તમામ વિભાગોને સાબદા કરી સ્થિતિ ઉપર રાઉન્ડ ધ કલોક નજર રાખવા સૂચનો જારી કર્યા

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી 4 દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને લઈ બન્ને જિલ્લા કલેક્ટરોએ તમામ વિભાગોને સાબદા કરી સ્થિતિ ઉપર રાઉન્ડ ધ કલોક નજર રાખવા સૂચનો જારી કર્યા છે.

ભારતીય હવામાન ખાતા દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વચ્ચે ભરૂચ અને નર્મદા જિલ્લા કલેકટર દ્વારા જરૂરી તકેદારી રાખવા સંબંધિત તમામ મામલતદારો અને સ્ટાફને જણાવી દેવાયું છે.

 ભારતીય હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈથી શરૂ કરી આગામી પાંચ દિવસ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ ભરૂચ અને નર્મદા જિલ્લામાં 6 થી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

જેને લઈ ભારતીય હવામાન વિભાગ દ્વારા બંને જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો - લોઈંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય. તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પુર્વ તૈયારી અગાઉથી જ કરવી.

નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા તેમજ ઓવરટેપીંગવાળા રસ્તા પર બેરીકેડીંગ કરવા અને સતર્કતાના તમામ પગલા લેવા જાણ કરવામાં આવે છે. આ દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ બને તો તાત્કાલીક જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે જાણ કરવા અને તમામ અધિકારીઓએ હેડ કર્વાટર પર હાજર રહેવા વધુમાં જણાવાયુ છે.

(9:59 pm IST)