Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેશનાં 370 જેટલા રેલવે સ્ટેશનના રી ડેવલપ કરાશે : અમદાવાદમાં 3800 કરોડનાં ખર્ચે વર્લ્ડ ક્લાસનું રેલ્વે સ્ટેશન બનાવાશે

ભારતમાં જ તૈયાર થયેલી ‘વંદે ભારત ટ્રેન’ વર્ઝન 2ને આવતા મહિને શરૂ કરવામાં આવશે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ તા.06 : ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સોમનાથ દેશના સૌથી મોટા શહેરોના સ્ટેશનોનું પુનઃ નિર્માણનો ટાર્ગેટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં 3,800 કરોડનાં ખર્ચે વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. તેમજ ‘વંદે ભારત ટ્રેન’ વર્ઝન 2ને આવતા મહિને શરૂ કરવામાં આવશે.

રેલ મંત્રાલય દ્વારા દેશભરમાં 370 જેટલા રેલવે સ્ટેશનના રી ડેવલમેન્ટ માટેનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જેને લઈ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ભારતની સ્વદેશી અને ભારતમાં જ તૈયાર થયેલી ‘વંદે ભારત ટ્રેન’ વર્ઝન 2ને આવતા મહિને શરૂ કરવામાં આવશે. દેશનાં 370 સ્ટેશનનુ રી ડેવલપમેન્ટનું આયોજન છે. આ પહેલા ગાંધીનગર, ભોપાલ અને બેંગ્લોરમાં રેલવે સ્ટેશનો રી ડેવલપમેન્ટ થઈ ચૂક્યાં છે. 370 સ્ટેશનોમાંથી 45 સ્ટેશન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે. ગુજરાતમાં અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો 3,800 કરોડનો પ્રોજેકટ છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સોમનાથ દેશના સૌથી મોટા શહેરોના સ્ટેશનોનું પુનઃ નિર્માણનો ટાર્ગેટ છે. રેલવેના અન્ય પ્રોજેકટની વાત કરવામાં આવે તો વંદે ભારત ટ્રેન 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો પ્લાન કર્યો હતો, 2019માં બે ટ્રેન બનીને આવી છે. બંને ટ્રેન અંદાજે 14 લાખ કિલોમીટર સુધી ચાલી છે. આવનાર વર્ષમાં 75 ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે.

(8:55 pm IST)