Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સ્ટીલ ચોરીના કૌંભાડનો પર્દાફાશ ! : સ્ટેટમોનીટરીંગ સેલા દ્વારા લોખંડના સળિયાની ચોરી કરતી ટોળકીને પકડી પડાઈ

ખાલસા હોટલ પાછળ રેડ કરી સ્ટેટમોનીટરીંગ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 57 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા તા.04 : વડોદરા નેશનલ હાઇવે પરથી લોખંડના સળિયાની ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં વરસડા ગામ પાસે આવેલી ખાલસા હોટલની પાછળ સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા દરોડો પાડી સ્ટીલની ચોરીનો કૌભાંડ પકડી પાડ્યો છે. અને આરોપી પાસેથી પાસેથી કુલ 57 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, વરસડા ગામ પાસે આવેલી અમૃતસર ખાલસા હોટલ પાછળ કેટલાક સમયથી લોખંડના સળિયાની ચોરી થઈ રહી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા લોખંડના સળિયાની ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી હતી. જેમાં આરોપીઓ દ્વારા સુરતથી અમદાવાદ અને અમદાવાદ તરફ સ્ટીલ ફરીને ટ્રેલરો અમૃતસર ખાલસા હોટલ ખાતે લાવવામાં આવતા હતા. ત્યારબાદ ચોરી કરનારા લોકો ચોરી કરેલો જથ્થો સ્ટીલના વેપારીઓને બજારના ભાવ કરતા ઓછા ભાવે વેચી દેતા હોય છે. જેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલને થતા તેમના દ્વારા 4 ચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ, વિક્રમસિંઘ દલબિરસિંઘ ઉર્ફ કાલાસિંઘ સંધુ નાસી છૂટતા તોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સ્થળ ઉપરથી સ્ટીલ લોડ કરેલા ટ્રકોમાંથી સ્ટીલ ઉતારવા માટે આવેલા 2 ટ્રેલર, ચોરીનું સ્ટીલ, 3 મોબાઈલ ફોન, રોકડ રૂપિયા 12,530, ટ્રેલરમાં લો઼ડ કરેલો 60,269 સ્ટીલનો જથ્થો, સ્થળ પરથી 350 કિલો સ્ટીલનો જથ્થો મળી કુલ ૫૭,૮૫,૩૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તેની સાથે ટ્રેલરમાં લોડ કરાયેલા સ્ટીલને ઉતારવા આવેલા ટ્રેલર ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમજ સ્ટેટમોનીટરીંગ સેલે આ બનાવની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:24 pm IST)