Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વડોદરામાં ચોરીના સળિયા ભરી જતાં ટ્રક સાથે પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા:57.85 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

વડોદરા:નજીક આવેલા વરસડા ગામ પાસે ચોરીં ના મનાતા 60,269 kg લોખંડના સળિયા ભરેલી ટ્રક સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લોખંડના સળિયાનો જથ્થો ટ્રક તેમજ અન્ય મુદ્દા માલ મળી રૂ.57.85 લાખના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ભાગી ગયો હોવાનું જાણવા મળે છે જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ એમ.બી.રાણા તથા સ્ટાફે ઝડપાયેલા ચાર આરોપીને વરણામા પોલીસને સોંપ્યા છે. વડોદરા શહેર નજીક વરસડા ગામ પાસે ચોરીના 350 કિલો લોખંડના સળિયા કિંમત રૂ. 21,700 ચોરીના સળિયા હોવાનું જણાઈ આવ્યું હતું તે બાદ નજીકમાં આવેલી અમૃતસર ખાલસા હોટલના પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાંથી ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ ના પી.એસ.આઇ એમ બી રાણા તથા સ્ટાફે હોટલ ખાતે ચેકિંગ કરતા લોખંડના સળિયા ભરેલી ટ્રક માં 60269 kg નો જથ્થો ઝડપાયો હતો તેની સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી(૧) દાજીતસિંગ સુખ ચેન સિંગ બુટ્ટર (૨) લવ પ્રીત સિંગ દલજીત સિંગ સોઢા (૩) સર્વેશ ગંગારામ પાલ(૪) પન્નાલાલ રામ બચ્ચન યાદવની ધરપકડ કરી વરણામા પોલીસને સોંપવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડા દરમિયાન વિક્રમસિંહ ચંદુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોરીના 350 કિલો લોખંડના સળિયા 21,700 તેમજ ટ્રકમાં ભરેલા 60000 269 kg જેની કિંમત રૂપિયા 37,36,120 થાય છે આ ઉપરાંત ટ્રક ની કિંમત રૂપિયા 20 લાખ તેમજ રોકડા અને મોબાઈલ મળી રૂ.57.85 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

(4:56 pm IST)