Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગરોડની સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરી કરનાર રીઢો આરોપી પોલીસના કબ્જામાં

વડોદરા: વાઘોડિયા-ડભોઇ  રીંગરોડની સોસાયટીના બંધ મકાનના તાળા તોડીને ચોરી  કરનાર રીઢા આરોપીને પોલીસે  ઝડપી પાડયો હતો.

વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર પૂજા પાર્ક ગરબા  ગ્રાઉન્ડની બાજુમાં આવેલી કૈલાસધામ સોસાયટીમાં રહેતા  પ્રશાંત ભૈયાલાલ જૈન ગત તા.૩ જી જુલાઇએ રાતે સાડા બાર વાગ્યે નીચેના મકાનને તાળું મારીને ઉપરના માળે પરિવારના સભ્યોની સાથે ઊંઘવા ગયા હતા.તે દ રમિયાન તેમના મકાનના દરવાજાના આગળના ભાગે લગાડેલી જાળીનો નકુચો તોડીને ચોર ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને કુલ રૃપિયા ૪,૨૦૦ ની મત્તા ચોરી ગયા હતા.જે અંગે પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.દરમિયાન પાણીગેટ પોલીસે મળેલી માહિતીના આધારે આરોપી વિજેન્દ્રસીંગ રાજુસીંગ સીંકલીગર (રહે.એકતાનગર, આજવારોડ)ને ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ચોરીનો સામાન કબજે લીધો છે.આરોપી સામે ચોરી, મારામારી અને  પ્રોહિબિશનના મળીને કુલ ૧૯ ગુના દાખલ થયા છે.અને ચાર વખત  પાસામાં તેની અટકાયત થઇ હતી.

(4:55 pm IST)