Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કર્ણાટકમાં ગુજરાતની હસ્‍તકલાની બોલબાલા : મૈસુરમાં પ્રદર્શન-વેંચાણ

ગુજરાત સરકારના ઇન્‍ડેક્ષ-સી દ્વારા કર્ણાટકના મૈસુરમાં હસ્‍તકલા પ્રદર્શન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયેલ તેની તસ્‍વીર. (૯.ર)

રાજકોટ, તા. ૬ : મૈસુર-કર્ણાટકમાં ગુજરાતી હાથશાળ-હસ્‍તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્‍લેટફોર્મ માટે ગુજરાત  હૈન્‍ડોક્રાફટસ ઉત્‍સવનુ પ્રદર્શન-સહ-વેચાણનુ તા.૨-૭-૨૦૨૨ થી તા.૧૦-૭-૨૦૨૨ સુધી ઈન્‍ડેક્ષ્ટ-  સી દ્વારા યોજેલ છે. 

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્‍તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ  ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્‍તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્‍ય  રાજ્‍યોમાં માર્કેટિંગ પ્‍લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. રાજયના અંતરિયાળ ગામોનાં હસ્‍તકલા-હાથશાળ, કુટિર  અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકળતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્‍ય,  ભાતિગળ અને વૈવિધ્‍યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-નિદર્શન  યોજેલ છે. 

મૈસુર-કર્ણાટકમાં જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત સાતમાં  વર્ષ પણ ગુજરાત હન્‍ડીક્રાફ્‌ટસ ઉત્‍સવ થકી ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-વેચાણનું  આયોજન કરવામાં આવેલ છે.   

મૈસુર-કર્ણાટકના આ આયોજનમાં ગુજરાતનાં કચ્‍છ, સાંબરકાંઠા, ભાવનગર, સુરત, અમરેલી, બનાસકાંઠા,  રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, જામનગર, આણંદ, બોટાદ, ગાંધીનગર, નવસારી, દાહોદ, ભાવનગર, વડોદરા,  સુરેન્‍દ્રનગર જિલ્લાના મળી ૯૦ થી વધુ કલા-કસબીઓ દ્વારા પટોળા, કચ્‍છી શાલ-એમ્‍બ્રોઇડરી-અજરખ  બ્‍લોક પ્રિન્‍ટ-બાંધણી, ટાય એન્‍ડ ડાય, મડ વર્ક, અકીક, નૈઇલ પેન્‍ટીંગ, મોતીકામ, ભરતકામ, ચણીયા- ચોળી, ચર્મકામ, જવેલરી તથા ગળહ સુશોભનની હાથશાળ -હસ્‍તકલાની વિવિધ ચીજ વસ્‍તુઓનું પ્રદર્શન સહ  વેચાણ કરવામાં આવી રહ્યું છે.    

આ ઉત્‍સવનું ઉટ્‍દધાટન  મૈસુર, કર્ણાટકનાં ડેપ્‍યુટી કમિશનર ડો.બગાદી ગૌતમ આઇ.એ.એસ. અને મૈસુર જિલ્લા પંચાયતના ચિફ એજ્‍યુકેટીવ ઓફીસર શ્રીમતી  બી.આર. પુરણીમા આઈ.એ.એસ. દ્વારા કરવામાં આવ્‍યું હતુ. મૈસુર હાટ ખાતેના આ સમગ્ર ઉત્‍સવનું આયોજન  ઈન્‍ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ.શુકલ જી.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ  મેનેજર(વર્ગ-૧)શ્રી આર.એસ. શાહ દ્વારા  કરેલ છે. મૈસુરમાં   સંચાલન મેનેજર(માર્કેટીંગ) ર્ડા. સ્‍નેહલ મકવાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઈન્‍ડેક્ષ્ટ-સીના માધ્‍યમથી  ગુજરાતની હસ્‍તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ મેળા-પ્રદર્શનની  સફળતા માટે  પ્રવીણ સોલંકી આઇ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્‍ડેક્‍ટ-સી અને સચિવે શુભેચ્‍છા પાઠવેલ છે.

(3:33 pm IST)