Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજયભરમાં જામતું ચોમાસુઃ પૂર્વ અને મધ્‍ય ગુજરાત પંથકમાં ૧ થી ૬: ઉતર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ૧ થી ૪ ઈંચ વરસાદ

કચ્‍છમાં ઝરમરથી ૨.૫ઈંચ સુધીનો હળવો વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા),વાપીઃ જુલાઈ માસનાં પ્રથમ અઠવાડિયામાં મેઘરાજા રાજ્‍ય ભરમાં જમાવટ કરતા જણાય છે અનેક વિસ્‍તારોમાં ઝરમરથી ૬ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

અરબી સમુદ્ર પર સર્જાયેલ સિસ્‍ટમ ને પગલે હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યનાં ૩૨ જીલ્લાના ૨૧૯ તાલુકા માં ૧ મીમીથી લઇ ૧૬૮ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... સૌ પ્રથમ પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ધોલેરા ૩૩મીમી, વાઘોડિયા ૨૭મીમી, સાવલી ૧૦મીમી, જેતપુરપાવી ૨૬ મીમી, બોડેલી ૧૩ મીમી, હાલોલ અને જાંબુઘોડા ૧૧....૧૧... મીમી, સંજેલી ૧૩ મીમી, અને ફતેપુરા ૯૫ મીમી તથા મહિસાગર જિલ્લાના તાલુકામાં કડાણા ૧૪૫ મીમી, અને સંતરામ પુર ૩૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે  દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો હાંસોટ ૧૨ મીમી, સુરત જીલ્લાના તાલુકામાં ચોર્યાસી ૧૪ મીમી, અને ઓલપાડ ૧૦૯ મીમી, સુરત સીટી ૧૬ મીમી, તેમજ વલસાડ જિલ્લાના તાલુકાઓમાં કપરાડા ૧૩ મીમી, વાપી ૧૫ મીમી, અને ઉમરગામ  ૭૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

તો ઉત્તર ગુજરાત પંથકમાં પાટણ જિલ્લાના તાલુકામાં હારીજ ૧૨મીમી, પાટણ ૪૦મીમી, રાધનપુર ૧૪મીમી, સરસ્‍વતી ૩૫મીમી, અને સિદ્ધપુર ૭૦મીમી, વરસાદ નોંધાયેલ છે.

 તો બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૧૦મીમી, દાંતા ૭૨મીમી, દાંતીવાડા ૧૬મીમી, દેસર ૨૫મીમી, દિયોદર ૧૦મીમી, કાંકરેજ ૧૩મીમી, લાખાની ૨૦ મીમી, પાલનપુર ૨૪ મિમી, સૂઇગામ ૩૬મિમી, થરાદ ૧૨મિમી, અને વડગામ ૪૦ મિમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લાના તાલુકાઓમાં જોટાણા ૨૧ મિમી, ખેરાલુ ૪૩ મિમી, સતલાસણા ૨૨ મિમી, ઊંઝા ૩૯ મિમી, વડનગર ૫૦મિમી, વિજાપુર ૩૧મિમી, અને વિસનગર ૨૨મિમી વરસાદ નોંધાયેલ છે.

 જ્‍યારે સાબરકાંઠા જિલ્લાના તાલુકામાં હિંમતનગર ૯૫ મિમી, ઇડર ૨૭મિમી, ખેડબ્રમહા ૩૨ મિમી, પોસિના ૨૨મિમી, વડાલી ૧૮મિમી, અને વિજયનગર ૨૧મિમી વરસાદ નોંધાયેલ છે.

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં ભિલોડા ૩૩મિમી, મેઘરજ ૬૨મિમી, અને મોડાસા ૧૭મિમી, વરસાદ નોંધાયેલ છે. જ્‍યારે કચ્‍છ પંથકમાં ભુજ ૧૪મિમી, ગાંધીધામ ૧૭મિમી, લખપત ૨૨મિમી, માંડવી ૬૮મિમી, મુન્‍દ્રા ૪૫મિમી, નખત્રાણા ૩૭મિમી, અને રાપર ૧૩મિમી વરસાદ નોંધાયેલ છે.

  આ લખાઈ રહ્યું છે ત્‍યારે એટલે કે સવારે ૧૦.૩૦કલાકે રાજ્‍યનાં અનેક વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.

(1:19 pm IST)