Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજપીપળા પોલીસે એક્ટિવા ઉપર લઈ જતા દારૂ સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના કડક નિર્દેશોને પગલે તથા ના.પો.અધિ રાજપીપળા ડીવીઝન નાઓની કડક સુચના આધારે તથા પો.ઇન્સ. આર.એન. રાઠવા, રાજપીપળાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે કુંવરપુરા દૂધ ડેરી પાસે પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન  વિરપોર ચોકડી તરફથી બાતમી વાળી એકટીવા રેજી.નંબર G-22-E-7299 આવતા ઉભી રાખવા માટે ઈશારો કરતા સદર એક્ટીવા ચાલક અને પોલીસને જોઇને એકદમ ભાગવા લાગ્યા જેથી તેનો પીછો કરતાં ભચરવાડા ગરનાળા પાસે પકડી લીધેલ અને તેઓના નામ સરનામાં પૂછતાં (૧) હિતેષ ભાઇ રાજેશભાઇ વસાવા ( રહે.ખારા ફળીયા રાજપીપલા) અને (૨)પ્રતાપભાઇ પ્રદિપભાઇ વસાવા (રહે. ઉપલા ફળીયા ઢોલાર તા.નાંદોદ) નો હોવાનું જણાવેલ અને એક્ટીવા ની આગળના ભાગે મુકેલ થેલામાં વ્હીસ્કી ના માર્કોવાળા ૧૮૦ મીલીના કુલ-૯૫ ક્વાટરીયા કિ.રૂ.૯૫૦૦ તથા એક્ટીવાની કિં.રૂ.૩૫૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૪૫૦૦નો મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:03 pm IST)