Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજપીપળા સિંધીવાડ કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ

જુગારીયાઓને રૂ.૧૯ હજારના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હિમકર સિંહ, (IPS) પોલીસ અધિક્ષક,નર્મદા એ LCB ને જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી તથા એલ.સી.બી.સ્ટાફ સાથે રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે સિંધીવાડ કબ્રસ્તાન પાસે કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહેલ છે

  બાતમીના આધારે પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક વ્યક્તિઓ ટોળુ વળીને હારજીત નો જુગાર રમી રહેલ હોય તેમને ઝડપી પાડ્યા હતા જેમાં(૧)નિઝામ ફકરૂદ્દીન શેખ(૨) ઇમરાન સીકંદર મલેક(3)અબ્દુલ કાદીર ગુલામ અબ્દુલ (૪) મહંમદ જહાંગીર ફરીદભાઇ બલુચી ચારેવ (રહે. બાવાગોર ટેકરી રાજપીપળા,)) મોઇન ઇમામ ભાઇ ગરાસીયા (રહે.આરબ ટેકરા, રાજપીપળા )ને ગેર કાયદેસર જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ.૧૩,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ. ૬,૦૦૦ મળી કુલ રૂ.૧૯,૦૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમની વિરૂધ્ધમાં જુગારધારા નો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(9:53 pm IST)