Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા રેકોર્ડબ્રેક 735 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 36,858:વધુ 17 લોકોના મોત : મૃત્યુઆંક 1962 થયો

સુરતમાં હાહાકાર મચાવ્યો સૌથી વધુ 241 નવા કેસ, અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 65 કેસ, ભાવનગરમાં નવા 35 કેસ : વધુ 423 દર્દીઓ સાજા થતા કુલ 26323 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 735 નવા કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 36,858 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક 1962 થયો છે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. 

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થયાં છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 26323 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા  જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

   સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત  રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 241 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. .

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 168‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો .આ ઉપરાંત વડોદરામાં 65 કેસ, ભાવનગરમાં 35 કેસ  નોંધાયા છે આજે વધુ 473 દર્દીઓ સાજા થતા કુલ 26323 લોકોએ કોરોનાને હરાવ્યો છે

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૭૩૫ કેસ સપાટી પર આવ્યા હતારાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૦૧

અમદાવાદ કોર્પોરેશન

૧૬૮

વડોદરા કોર્પોરેશન

૫૫

સુરત

૪૦

ભાવનગર કોર્પોરેશન

૨૬

બનાસકાંઠા

૨૪

ભરૂચ

૧૮

અમદાવાદ

૧૫

રાજકોટ કોર્પોરેશન

૧૪

ગાંધીનગર

૧૩

વલસાડ

૧૩

મહેસાણા

૧૨

કચ્છ

૧૧

વડોદરા

૧૦

જુનાગઢ કોર્પોરેશન

ખેડા

ભાવનગર

પંચમહાલ

સાબરકાંઠા

નવસારી

અમરેલી

રાજકોટ

જુનાગઢ

જામનગર કોર્પોરેશન

સુરેન્દ્રનગર

દાહોદ

ગાંધીનગર કોર્પોરેશન

મોરબી

તાપી

પાટણ

છોટા ઉદેપુર

અરવલ્લી

મહીસાગર

બોટાદ

ગીર-સોમનાથ

જામનગર

આણંદ

કુલ

૭૩૫

 

 

 

(9:53 pm IST)