Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

માલપુર તાલુકાના મોરડુંગરી નજીક એક્ટિવા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા બે યુવાનો પૈકી એક શખ્સનું ગંભીર ઇજાથી મૃત્યુ

માલપુર:તાલુકાના મોરડુંગરી પાસે આજે રવિવારના રોજ ૧૦ વાગ્યાના સુમારે માલપુર-મોડાસા હાઈવે રોડ ઉપર એકટીવા ચાલકે સ્ટીયરીંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ વચ્ચેના ડીવાઈડર સાથે ધડાકાભેર ટકરાયો હતો.જેથી એકટીવા ઉપર સવાર બે યુવાનો રોડ ઉપર પટકાયા હતા.જેમાં ૧૬ વર્ષના યુવાનનું ગંભીર ઈજાઓને લઈ મોત નીપજયું હતું.

માલપુરના માલજીના પહાડીયા ગામનો બાળ કિશોર ક્રિસકુમાર હસમુખભાઈ (ઉ.વ.૧૬) એકટીવા લઈ ની કળ્યો હતો.માલપુર-મોડાસા હાઈવે રોડ ઉપર મોરડુંગરી પાસે થી પસાર થતો હતો.ત્યારે એકટીવા હંકારતા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં રોડ વચ્ચેના ડીવાઈડર સાથે એકટીવા ભટકાવી પોતે તથા પાછળ બેસેલ ઈસમ રોડ ઉપર ફેકાઈ ગયા હતા.જેથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ક્રિસકુમાર ને વધુ ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.જયારે પાછળ બેસેલ ઈસમને બંને હાથે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.

(6:08 pm IST)