Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગાંધીનગર જિલ્લાના પ્રવેશદ્વાર ચંદ્રાલા નજીક વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે કારને ઝડપી ચાર શખ્સોને ઝડપી 2.29 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લાના પ્રવેશદ્વાર સમા ચંદ્રાલા પાસે પોલીસ વાહન ચેકીંગ કરતી હોય છે ત્યારે ત્યાંથી ભાગેલી કારને ચિલોડા પાસેથી ઝડપી લેવામાં આવી હતી અને તેમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે અમદાવાદના ચાર શખ્સોને ચિલોડા પોલીસે ઝડપી પાડી ર.ર૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ આપનાર વિજયનગરના શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો. 

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં વાહનોને પકડવા પોલીસ ઠેકઠેકાણે વાહનચેકીંગ કરે છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન જીજે-ર૭-એએ-૩૫૩૫ નંબરની કારને ઉભી રાખવાનો ઈશારો કરતાં આ કાર ઉભી રહી નહોતી અને પોલીસે પીછો કરી અને ચિલોડા પોલીસને જાણ કરતાં ચિલોડા બ્રીજ નજીકથી આ કારને ઝડપી લેવામાં આવી હતી. 

(6:07 pm IST)