Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગાંધીનગર જિલ્લામાં જુગારની બદી અટકાવવા પોલીસ તંત્ર સજાગ:તીનપતિનો જુગાર રમતા આંઠ શખ્સોને પોલીસે ઝડપી 38 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે બોરીજ નદી તરફ જવાના રસ્તા ઉપર તીનપત્તીનો જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડી રોકડ, મોબાઈલ અને ત્રણ વાહનો મળી ર.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

જિલ્લામાં છેલ્લા થોડા સમયથી જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે આ જુગાર ધામો ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ના પીઆઈ એચ.પી. ઝાલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી જુગારની બદી ડામવા તાકીદ કરી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.ભવાનસીંહ અને રવિન્દ્રસીંહને બાતમી મળી હતી કે બોરીજ ગામથી સાબરમતી નદી તરફ જવાના રસ્તા ઉપર કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમે છે અને અહીં બહારથી પણ લોકો જુગાર રમવા આવે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં બોરીજમાં રહેતા અરવિંદજી બાબુજી ઠાકોર, દીપેન્દ્ર લચ્છીરામ કુશવાહા, ચાંદલોડીયાના દીપક કમલેશભાઈ ચક્રવર્તી, કપ્તાનસીંહ રામનાથ યાદવ, અમુલસિંહ દોલતરામ વિશ્વકર્મા, ચાણકયપુરીના શિવકુમાર વિશ્વંભરસિંહ યાદવ, ગીરીરાજ રામપ્યારે ઓઝા અને સે-ર૬ ગ્રીન સીટીમાં રહેતા કાનજીભાઈ મોહન ભાઈ દેસાઈને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રૂા.૪પ હજાર, દસ મોબાઈલ અને ત્રણ વાહનો મળી ર.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો જાસપુર ગામમાં ટેબાવાળા વાસમાં આવેલા મેલડી માતાના મંદિરના ઓટલા ઉપર અશોકજી ઉર્ફે દાઢી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે કાળો વિનુજી ઠાકોર રહે.જાસપુર, મનોરજી પોપટજી ઠાકોર રહે.સઇજને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા. જો કે અશોકજી ઉર્ફે દાઢી શકરાજી ઠાકોર પોલીસને જોઇને ભાગી છૂટયો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી સ્થળ પરથી રૂપિયા ૧૨,૫૫૦ની રોકડ કબ્જે લઇ જુગારીઓ સામે કેસ દાખલ કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(6:07 pm IST)