Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરતના ભાઠેની ગજાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પીસીબીના દરોડા:12 જુગારીઓની રંગે હાથે ધરપકડ

સુરત: શહેરના ભાઠેના ગજાનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ડાઈંગના ખાતામાં ધમધમતા જુગારધામ ઉપર પીસીબીએ ગતરાત્રે છાપો મારી સંચાલક સહિત 12 વ્યક્તિને જુગાર રમતા ઝડપી પાડી રોકડ રકમ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.61,760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીએ જે ખાતામાં છાપો માર્યો તે મુંબઈના બાંદ્રાના રહીશનું છે અને તેનું સંચાલન કરતા બનેવીએ જ ત્યાં જુગારધામ ચાલુ કરી દીધું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીએ ગતરાત્રે ભાઠેના ઉમીયા માતાના મંદીર પાસે ગજાનંદ ઇન્સ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નં. 19 ના બીજા માળે આવેલા ડાઈંગના ખાતામાં છાપો માર્યો હતો. અંદરથી બંધ ખાતું ખોલાવી પીસીબીએ તપાસ કરતા ત્યાં ખાતાનો સંચાલક શેખ યુનુસ શેખ રસીદ ( ઉ.વ.35 ) ( રહે.ઘર નં. 234, ચીમની ટેકરા, પાવર હાઉસ, ઉમરવાડા, સુરત ) અને ફીરોજ ગુલાબ શેખ ( ઉ.વ.35 ) ( રહે. ઘર નં.161, ઉમરવાડા, જુના ડેપો હેલ્થ સેન્ટરની સામે, સલાબતપુરા, સુરત ), કમાલુદ્દીન મુકીમ અન્સારી ( ઉ.વ.28 ) ( રહે. ઘર નં. 537, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ), અજીજ સાંઢુ સૈયદ ( ઉ.વ.50 ) ( રહે. ઘર નં.44, ઇસ્લામપુરા, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ), આસીફ રફીક શેખ ( ઉ.વ.33 ) ( રહે.ઘર નં.485, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા સુરત ), મોહમદ સલીમ શેખ ( ઉ.વ.30 ) ( રહે.ઘર નં.906, મોમનાવાડ ઝુપડપટી, ખ્વાજા દાના દરગાહ પાસે, ગોપીપુરા, સુરત ), વસીમ ગફાર કાજી ( ઉ.વ.28 ) ( રહે.ઘર નં.559, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ), અજીજ હમીદ શેખ ( ઉ.વ.26 )( રહે.ઘર નં.555, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ), રફીક શકીલ પટેલ ( ઉ.વ.33 ) ( રહે.ઘર નં.89, ઉમરવાડા, લો કાસ્ટ કોલોની, સલાબતપુરા, સુરત ), કમરઅલી અકબરઅલી સૈયદ ( ઉ.વ.28 ) ( રહે.ઘર નં.552, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ), અબ્દુલસત્તાર રાજમહમદ શેખ ( ઉ.વ.37 ) ( રહે.ઘર નં.171, ચીમની ટેકરા, પાવર હાઉસ પાસે, સલાબતપુરા, સુરત ) અને ફીરોજખાન યાસીનખાન પઠાણ ( ઉ.વ.34 ) ( રહે.ઘર નં.469, ગાંધીનગર ઝૂપડપટી, પાવર હાઉસ પાછળ, સલાબતપુરા, સુરત ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

(6:06 pm IST)