Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરતમાં પાર્ટી કરવા દારૂની બોટલો મંગાવનાર શખ્સને પોલીસે કારમાં ઝડપી 2.37 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત: શહેરમાં પાર્ટી કરવા માટે દારૂની 3 બોટલ મંગાવનાર ત્રણ વિદ્યાર્થી અને બુટલેગરને ભટાર કાપડીયા હેલ્થ ક્લબ પાસેથી ખટોદરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી દારૂની બોટલ અને કાર મળી કુલ રૂ. 2.37 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, ભટાર કાપડીયા હેલ્થ ક્લબ સામે અશોકા પેવીલીયન પાસે રોડ પર ટેરેનો કાર નં. જીજે-5 જેએફ-9326 માં ત્રણ યુવાનો સવાર છે અને પાર્ટી કરવા માટે દારૂની બોટલ એક યુવાન આપવા આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી યુવાન પ્લાસ્ટીકની થેલી લઇ ટેરેનો કારમાં સવાર ત્રણ યુવાનોને બોટલ કાઢીને આપી રહ્યો હતો. ત્યારે પોલીસે ચારેયની ઝડપી પાડયા હતા. પોલીસે કારમાં સવાર સૌમ્ય સુરેશ ચુગ (ઉ.વ. 22 રહે. રવિદર્શન સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ), કુશ રાકેશ બાફના (ઉ.વ. 22 રહે. સુર્યપ્લાઝા, ગાંધીકુટીર, ઉધના-મગદલ્લા રોડ) અને વિષ્ણુ દામોદાર લઠ્ઠા (ઉ.વ. 22 રહે. નવકાર એપાર્ટમેન્ટ, કોનર્ર પોઇન્ટ પાસે, સિટીલાઇટ) અને દારૂની 3 બોટલ કિંમત રૂા. 4500 ની મત્તા આપવા આવનાર બુટલેગર ઉમેશ ધનસુખ રાણા (ઉ.વ. 27 રહે, મૂળ શંકરની શેરી, સગરામપુરા) ને ઝડપી પાડી કાર સહિત કુલ રૂ. 2.37 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(6:05 pm IST)