Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વડોદરામાં ઓનલાઇન પેમેન્ટ લઇ 72 હજારનો મોબાઈલ ન ચુકાવનાર દિલ્હીના ભેજાબાજ વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:ઇન્સ્ટાગ્રામ પરની કોમ્યુનિકેશન એપ પર મોબાઇલનો ઓર્ડર આપી રૃા.૭૨ હજાર ઓનલાઇન ચુકવ્યા બાદ મોબાઇલની ડિલીવરી નહી કરતા દિલ્હીના ભેજાબાજ સામે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શિનોર તાલુકાના નાના હબીપુરા ગામે રહેતા ગૌરાંગ નવીનભાઇ પટેલ કાયાવરોહણમાં મોબાઇલની દુકાન ધરાવે છે. તા.૨૬ જૂનના રોજ તેઓ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા હતા ત્યારે માર્વશ મોબાઇલ વાહીદ નામની એક કોમ્યુનિકેશન એપ ચેક કરતા તેમાં આઇફોનની સારી ઓફર હતી જેથી ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરી ગોરાંગે પોતાના ગુગલ પે એકાઉન્ટ પરથી તબક્કાવાર રૃા.૭૨ હજાર મોકલ્યા  હતાં.

(6:04 pm IST)