Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મારા ગુરૂએ કરેલ એક ટકોરથી મારૂ જીવન સંપૂર્ણ પણે બદલાઇ ગયું

મક્કતાથી નક્કી કર્યું અંગ્રેજી જ જાણવું છેઅને શેકસપિયર કોણ છે તેને શોધવો છે : નિવૃત આઇએએસ આર.એન. જોષીના સંસ્મરણો

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા ગુરૂએ જુન ૧૯૬પ માં કરેલ એક જ ટકોરે  જીવન બદલી નાખ્યું એવા પાટણની એમ. એન. હાઇસ્કુલના આચાર્ય અને અંગ્રેજીના શિક્ષક શ્રી જાનીનું સ્મરણ કરૂ છું,

૧૯૬પ મે માં મારા પિતાજીજી બદલી અમદાવાદથી પાટણ થઇ, ચાચારિયામાંં ભાડે બે માળનું મકાન મળી ગયું અને પાટણની પ્રતિષ્ઠિત સ્કુલમાં એડમિશન પછી જૂની મેટ્રીકના વિદ્યાર્થીને શું જોઇએ?

૧પ મી જુનનો પ્રથમ દિવસ અને ત્રીજો પિરીયડ જાનીનાઅંગ્રેજીનો (અમવાદાનો વિદ્યાર્થી હોઇ આપણો રથ જરા ઉંચે ઉડતો)

જાની  કોઇનો પણ પરિચય પુછયા વગર particples ભણાવવાના શરૂ કર્યા run હોય તો  ભૂતકાળ ran થાય અને past panrticiple run થયા આ રીતે verb આધારીત પ્રત્યેકને પ્રશ્ન પુછાતા ગયા, સાચા-ખોટા જવાબો આપતા ગયા, પુસ્તક કે ચોક હાથ વગા હથિયાર તરીકે મરાતા ગયાને ફફડાટ વચ્ચે મારો વારો આવ્યો ! મને પુછયું read નું participle કહો અને બંદાએ કહ્યું: readen (like go-went-gone or do-did-done) વર્ગમાં સન્નાટો હતો કોઇને જવાબની ખબર હતી નહી અને મારા જવાબ પર મારૂ મુલ્યાંકન થવાનું હતું ! દફા.૩૦ર ની સજાની જાહેરાત થવાની હોય તેવો માહોલ હતો અને જાનીનો બાઉન્સર આવ્યો નવા છો ? જવાબઃ હા.

છેલ્લે કઇ સ્કુલમાં હતા ? મેં અમદાવાદની મારી સ્કુલનું નામ આપ્યું એટલે વ્યંગાત્મક રીતે કહ્યું : ઓ હો તો તો શેકસપિયરનું અંગ્રેજી આવડે છે એમ ? કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિને એમાં એમની આંખમાંથી વહતો તિરસ્કારા પછી વગને કહ્યું : આ જોયું ને અમદાવાદીનૂં અંગ્રેજી ? જાઓ,  ગ્રામરમાથી શોધો અને ફિન્ડલું વાળોદિવસના અંતે ઘેર જઇ જોયું તો ખબર પડી કે read-read(past tense)-read (participle) થાય. બસ એ જ રાત્રે મક્કમતાથી નક્કી કયું કે અંગ્રેજી જ ભણવું છે ને શેકસપિયર કોણ છે તેને શોધવો છે.

બસ, પછી તો શરૂ થઇ જટાયુની ઉડાન!

SSC માં physics or chemistry  અને Mathematics  પણ નહીં માત્ર આર્ટસના જ વિષયો લઇ ફર્સ્ટ કલાસ, પ્રી-યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં ૯માં સ્થાને, બીએ (એચકે આર્ટસ ૧૯૬૯-૭૦) અને એમ.એ. વીથ એન્ટાયર ઇંગ્લીશ (૧૯૭ર) થઇ ડંકેેકી ચોટ પર નવગુજરાત કોલેજમાં લેકચરર તરીકે ૧૯૭૩થી ૧૯૭૭ કામ કર્યું છે. ૧૯૭૬માં જીપીએસસી પાસ કરી અને સિલેકટ થયો એડીઆર-કલાસ-ર અને આજથી બરોબર ૪૩ વર્ષ પહેલા પ-૭-૧૯૭૭ના હુકમથી રાજય સરકારની સેવામાં જોડાયો પણ જાની સાહેબની ટકોરના કારણે ભાષા પર ઘણું પ્રભુત્વ રહ્યું. Oxford University dictinary માં એ વખતે ૮ લાખ શબ્દો હતાં (હવે ૧૦ લાખ છે.) Newyork Times  અઠવાડિયામાં પપ હજાર શબ્દો વાપરે છે.

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાની મુંબઇ એડીશન રપ હજાર શબ્દો વાપરે છે. અને ઇશ્વર કૃપાથી ૧૮૦૦૦ શબ્દોનો મારો ન્યૂનતમ ઉપયોગ રહ્યો છે, જેના કારણે આઇએએસમાં પસંદગી અને બધી સરકારો, GOL, NABARD, RBI, PLANNING COMMISSION પરદેશના મુલાકાતીઓ વખતે ૩૦ વર્ષ દરમ્યાન નિભાવેલ ફરજો  Vibrant (૨૦૦૩,૨૦૦૫, ૨૦૦૭) માં સોંપાયેલ કામગીરીનું પરિણામ લક્ષી રીઝલ્ટ અને અમલીકરણ, આરઆર સાથે અસ્ખલિત વાર્તાલાપો જેમાં લલિતચંદ્ર દલાલ (લાસ્ટ આઇસીએસ)થી માંડી માસ્ટર ઓફ ડ્રાફટીંગ કુ. મંજુલા સુબ્રમણ્ય સાથે કરેલ કામગીરીના મૂળમાં જુઓ તો participle of  Read ના ૧૯૬પ ના એક ટોણાથી શરૂ થયેલી સફર અને આજે ભારતના પ્રથમ State Umbrella Organization (as directed by RBI) ના   Executive Director ની છેલ્લા ૭ વર્ષની કામગીરી સંતોષપ્રદ રહી છે.

આ અંગ્રેજીના કારણે ડોમિનિક લેપિયરની Freedom at Midnight    ના અમુક પ્રસંગોના ગુજરાત સમાચારમાં અનુવાદ કર્યા અને  The Times of India માં લેખ લખી મેં તથા સ્વ. પ્રોફેસર ગિરીશભાઇ વ્યાસના પ્રયત્નોથી ઐતિહાસીક ભૂલો બતાવી ત્યારે ખુદ લેપિયર પુસ્તકના પ્રચાર માટે આવ્યા ત્યારે આગ્રહપૂર્વક અમને બોલાવી ઘણી ચર્ચા પણ કર્યાનો સંતોષ છે.

ર૦૦૩ માં  gas pipeline policy  ઘડી ત્યારે પણ ભાષાકીય ચોકસાઇ કામ કરી ગઇ તે ત્યાં સુધી કે  GAIL ના ચેરમેનને રૂબરૂ ચર્ચા માટે ગાંધીનગર દોડી આવવું પડયું હતું.

આથી ગુરૂપૂર્ણિમા નિમિતે વંદન છે મારા જીવનના બે રાહબર ગુરૂજી જાની સાહેબને 

શ્રી આર.એન.જોષી

નિવૃતિ આઇએએસ,

(હાલ) એકિઝકયુટિવ ડાયરેકટર

ગુજરાત અર્બન કોઓપરેટીવ બેન્કસ ફેડરેશન અમદાવાદ

 મો. ૯૬૮૭પ રપપર૭

ઇમેલ mjoshi63@gmail.com

(4:31 pm IST)