Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આઇ.આઇ.ટી.ઇ.ની ૩૩૮૪ બેઠકો માટે ૯ર૮૯ ઉમેદવારોઃ પ્રવેશ પરીક્ષા લેવાશે

બી.એઙ, એમ.એસ.સી., એમ.ફીલ. પી.એચડી. વગેરે અભ્યાસક્રમો

રાજકોટ, તા. ૬ : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education -IITE), ગાંધીનગર દ્વારા અભ્યાસ વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિવિધ અભ્યાસ્ક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની અવધિ આજે ૬ જુલાઈના રોજ પૂર્ણ થઇ રહી છે.

આઈઆઈટીઈ સાથે સંલગ્ન રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજોમાં ચાલતા બે વર્ષના બી.એડ. અભ્યાસક્રમની કુલ ૨૯૫૦ બેઠકો માટે આજે બપોર સુધીમાં ૭૧૯૦ ફોર્મ્સ મળ્યા છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં આ સંખ્યા વધવાની સંભાવના છે.

આઈ.આઈ.ટી.ઈ.ના સેન્ટર ઓફ એજયુકેશન દ્વારા બી.એસસી.-બી.એડ. તથા બી.એ.-બી.એડ.ના પ્રત્યેક ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં ઉપલબ્ધ ૧૦૦ અને ૧૦૦ બેઠકો માટે અનુક્રમે ૧૧૧૭ અને ૪૦૩ ફોર્મ્સ મળ્યાં છે. આ ઉપરાંત, ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ એમ. એસસી./એમ.એ.-એમ.એડ.ના અભ્યાસક્રમ માટે ઉપલબ્ધ ૫૦ બેઠકો માટે ૧૨૨ ફોર્મ્સ, ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ બી.એડ.-એમ.એડ. અભ્યાસક્રમ માટે ઉપલબ્ધ ૫૦ બેઠકો માટે ૧૨૮ ફોર્મ્સ મળ્યા છે. આ વિવિધ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ બે ડિગ્રી મેળવી શકે છે અને તેમનું એક મહત્ત્વપૂર્ણ વર્ષ બચાવી શકે છે.

આ ઉપરાંત બે વર્ષના એમ.એડ. અભ્યાસક્રમ માટે ઉપલબ્ધ ૧૦૦ બેઠકો માટે ૧૩૩ ફોર્મ્સ મળ્યાં છે. શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્મક કાર્યક્રમો એમ.ફિલ.ની કુલ ૨૦ બેઠકો માટે ૧૭ તથા પીએચ.ડી.ની ઉપલબ્ધ ૧૪ બેઠકો ૧૭૯ ફોર્મ્સ ભરવામાં આવ્યા છે. 

આઈઆઈટીઈના સેન્ટર ઓફ એજયુકેશન તથા યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજયની બી.એડ. કાઙ્ખલેજોમાં વિવિધ સ્નાતક, અનુસ્નાતક અને શિક્ષણ વિદ્યાશાખામાં રીસર્ચના કાર્યક્રમોમાં ઉપલબ્ધ ૩૩૮૪ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ૯૨૮૯ કરતાં વધુ ઓનલાઇન એપ્લિકેશન મળી છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ  આઇ૩ટી (I3T – Integrated Test for Teacher Trainee) પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ ફોર્મ ભરનારના વિદ્યાર્થીઓને આ વિશેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ  www.iite.ac.in પરથી મળી શકશે.(

(4:03 pm IST)