Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પીસીબીએ 1.63 લાખથી વધુનો દારૂ ઝડપ્યો : ચાલક સહીત બે ફરાર

દારૂની 347 નગ બોટલ સાથે સિયાઝ કાર સહીત 6,63,900નો મુદામાલ જપ્ત

અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેથી એસપી રિંગ રોડ પર પીસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 1 લાખ 63 હજાર 900 રૂપિયાનો ભારતીય બનાવતનો દારૂ પકડી પડેલ છે. બોટલ નંગ 347 સાથે સિયાઝ કાર સહિત 6 લાખ 63 હજાર 900 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. કાર ચાલક સહિત 2 લોકો ફરાર થઈ જવા પામેલ. જેમના વિરુદ્ધ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:40 pm IST)