Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાત હાઇકોર્ટે ૮૧૩૬ કેસોમાંથી ૭૩૬૭ કેસોનો લોકડાઉનમાં નિકાલ કર્યો

રાજકોટ તા. ૬ :.. ગુજરાત હાઇકોર્ટે કોરોના મહામારી દરમ્યાન થયેલા લોકડાઉનમાં  છેલ્લા  ૯૯ દિવસોમાં ૮૧૩૮ કેસોમાંથી ૭૩૬૭ કેસોનો નિકાલ કર્યો હતો.

કોરોનાના કારણે હાઇકોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી ચાલુ રાખી હતી. ચીફ જસ્ટીશ વિક્રમનાથના નેતૃત્વમાં હાઇકોર્ટે ન્યાયાધીશો, સરકારી વકીલો ત્થા કોર્ટ સ્ટાફે કોરાના યોધ્ધાના રૂપમાં લોકો માટે ન્યાયના દ્વાર ખુલ્લા રાખ્યા હતાં. જેમાં લોકડાઉન દરમ્યાન જારી થયેલ રિપોર્ટ મુજબ, ગત ર૪ માર્ચથી ૩૦ જુન સુધીમાં ૯૯ દિવસોમાં કુલ ૧પ૯૪૩ કેસોની વૃધ્ધિ થયેલ હતા.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં ૮૧૩૮ કેસો દાખલ થયા હતાં. જેમાંથી ૭૩૬૭ કેસોનો નિકાલ કર્યો હતો. કોરોના મહામારી દરમ્યાન ઉનાળુ વેકેશનને પણ રદ કરવામાં આવ્યું હતું.

આ સમય દરમ્યાન સીંગલ બેંચ સમક્ષ પપ૭, ડીવીઝન બેંચ સમક્ષ ૧૦૮ સીટીંગ યોજાયા હતાં. વિડીયો કોન્ફરન્સ દ્વારા થયેલ સુનાવણી ન્યાયાધીશો દ્વારા 'વર્ક ફોર હોમ' એટલે કે, પોતાના નિવાસ સ્થાનેથી કરી હતી.

(11:49 am IST)