Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

નર્મદા જિલ્લાના કાકડીયા-પૂંજારીગઢ અને ઝાંક ગામોના કેટલાંક વિસ્તારોને COVID-19 કંટેઇન્મેન્ટ તરીકે જાહેર કરાયા

જેસીંગપુરા ગામ ઉપરાંત પૂંજારીગઢ અને ઝાંક ગામના કેટલાંક વિસ્તારો બફર ઝોન તરીકે જાહેર

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કાકડીયા,સાગબારા તાલુકાના પૂંજારીગઢ અને દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામોમાં COVID-19 ના પોઝીટીવ કેસો નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવાની જરૂરિયાતને લક્ષમાં લઇને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી કેટલાક નિયંત્રણો લાદતા જાહેરનામાં પ્રસિધ્ધ કરાયાં છે.

 તદ્અનુસાર તિલકવાડા તાલુકાના કાકડીયા ગામને, સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળીયા વિસ્તારને અને દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના મોટા ફળિયાના દરદીના ઘરની બાજુના ઘરોને COVID-19 કંટેઇન્મેન્ટ  એરિયા તરીકે જાહેર કરાયા છે.અને આ  કંટેઇન્મેન્ટ વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ સહિતની આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) આરોગ્ય ટીમની આવશ્યક સેવાઓની ટીમ અને પોલીસ ટીમનો કંન્ટ્રોલ રૂમ અને ગામના રહેવાસીઓ દ્વારા આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અને ભારત સરકાર કંટેઇન્મેન્ટ એરિયા પ્લાનની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સંબંધિત વિભાગોને જવાબદારી નિભાવવાની રહેશે.
તેવી જ રીતે તિલકવાડા તાલુકાના જેસીંગપુરા ગામ, સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયા સિવાયના સમગ્ર વિસ્તારને તેમજ દેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના સમગ્ર વિસ્તાર (દર્દીના ઘરોની બાજુના ૧૩ ઘરો સિવાયના સમગ્ર વિસ્તાર) ને બફર ઝોન તરીકે જાહેર કરી આ હદને સીલ કરવામાં આવેલ છે. બફર ઝોન એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવા, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ ની કામગીરી તથા નિવારક પગલાંના ભાગરૂપે જરૂરી કામગીરી કરવાની રહેશે.
જિલ્લાના કાકડીયા-જેસીંપુરા અને પુંજારીગઢ ગામોમાં આ જાહેરનામાનો અમલ તા.૩ જી થી તા.૧૬ મી જુલાઇ,૨૦૨૦ અને ઝાંક ગામમાં તા. ૪ થી તા.૧૭ મી જુલાઇ,૨૦૨૦ સુધી જાહેર કરાયેલ છે.

(11:49 am IST)