Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજયના ૩૨ જીલ્લાના ૧૮૮ તાલુકાઓમાં અનરાધારઃ દક્ષણી ગુજરાત પંથકમાં ૫ ઈંચ ખાબકયો

વાપી અને નવસારી ૪ ઈંચઃ સુરત શહેર ૨.૫ ઈંચઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૨.૫ ઈંચ

વાપી, તા.૬:  અરબસાગરમાં સર્જાયેલ અપરએર સાયકોલનીક સકર્યુલેશનને પગલે રાજયના અનેક વિસ્તારો માં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

મેઘરાજાએ જાણે પોતાનું ફોકસ સૌરાષ્ટ્ર ઉપર કર્યું હોઈ તેમ સાંબેલાધાર વરસતા  ૨૦ ઇંચ સુધી નો અતિ ભારે વરસાદ નોંધાતા જળબંબાકાર સ્તિથી સર્જાયેલ છે.

જયારે દક્ષીણ ગુજરાત પંથકમાં પણ ઝરમરથી લઇ ૫ ઇંચ સુધીનો તો કચ્છ અને ઉત્તર ગુજરાત પંથકમાં ૨.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જોકે પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા જ નોંધાયા છે.

 ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તાર માં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા જોઈએ તો સૌ પ્રથમ દક્ષીણ ગુજરાત પંથકમાં ...

ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ૧૨ મીમી, ભરૂચ ૧૫ મીમી, હાંસોટ ૨૮ મીમી, વાગરા ૨૦ મીમી અને વાલિયા ૧૬ મીમી, તો નર્મદા જીલ્લા ના તાલુકાઓ માં દેડિયાપાડા ૨૨ મીમી, અને સાગબારા ૧૪ મીમી તેમજ તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૧૫ મીમી,વાલોડ ૩૩ મીમી, વ્યારા ૩૭ મીમી, કુકરમુંડા ૧૦મિમિ અને ડોલવણ ૫૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

   જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૪૯ મીમી,ચોર્યાસી ૭૮ મીમી,કામરેજ ૪૮ મીમી,મહુવા ૩૮ મીમી,માંડવી ૩૦ મીમી, માંગરોળ ૪૧ મીમી, ઓલપાડ ૪૩ મીમી, પલસાણા ૫૮ મીમી,સુરત સીટી ૬૩ મીમી અને ઉમરપાડા ૩૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

  નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૦૯ મીમી,ગણદેવી ૮૩ મીમી, જલાલપોર ૧૦૨ મીમી,ખેરગામ ૫૧ મીમી, નવસારી ૯૮ મીમી અને વાંસદા ૨૨ મીમી તો ડાંગ જીલ્લા ના તાલુકાઓ માં આહવા ૧૩ મીમી,અને વધઈ ૨૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

   જયારે વલસાડ જીલ્લા ના તાલુકાઓ માં ધરમપુર ૪૩ મીમી,કપરાડા ૮૯ મીમી, પારડી ૧૧૫ મીમી,ઉમરગામ ૭૦મીમી, વલસાડ ૯૦ મીમી અને વાપી ૧૦૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

   જયારે કચ્છ પંથકમાં અબડાસા ૧૬ મીમી, લખપત ૨૧ મીમી, માંડવી ૬૬ મીમી, અને મુન્દ્રા ૪૫ મીમી જયારે ઉત્ત્।ર ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં સિદ્ઘપુર ૧૦ મીમી,તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં દાંતા ૧૭ મીમી વરસાદ નોંધાયેલ છે

મેહસાણા જીલ્લાના તાલુકાઓમાં ખેરાલુ ૧૫ મીમી,સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓ માં હિંમતનગર ૧૪ મીમી,ઇડર ૩૦ મીમી,ખેડ્ભ્રહ્મા ૩૭ મીમી,પ્રાંતિજ ૨૮ મીમી અને વિજયનગર ૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

તેમજ અરવલ્લી જીલ્લાના તાલુકાઓ માં મેઘરજ ૧૫ મીમી,ધનસુરા ૧૨ મીમી અને ભિલોડા ૬૦ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

હવે જો આપણે પૂર્વ અને મધ્ય ગુજરાત ના વિસ્તાર ને જોઈએ તો અહી આનંદ જીલ્લાના તાલુકાઓમાં ખંભાત ૧૮ મીમી અને પેટલાદ ૧૦ મીમી તો વડોદરા જીલ્લા ના તાલુકાઓમાં ડભોઇ ૯ મીમી અને કરજણ ૧૧ મીમી તેમજ આ વિસ્તાર કેટલાક  તાલુકા માં હળવા ઝાપટા નોંધાયા છે.

  હવામાન ખાતાની આગાહી અનુસાર બંગાળની ખાડી ઉપરથી વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધપતા આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

  આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સતત વધી ને ૩૧૯.૧૧ ફૂટે પોહોચી છે ડેમ માં ૬,૫૬૯ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૬૫૬૯ કયુસેક પાણી છોડાય રહ્યું છે.

(11:48 am IST)