Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

નર્મદા જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : છ દર્દી સાજા થતા રજા અપાઈ

એક મહિલા અને એક પુરુષ મળી 2 કોરોનાની લપેટમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એસ આર પી કેમ્પ કોરોનાના સંક્રમણમાં સપડાયા બાદ રાજપીપળામાં પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઝાંખ ગામમાં એક મહિલા તેમજ સાગબારા તાલુકાના સેલંબા ગામમાં અંબે ગ્રીનસીટી માં રહેતા પુરુષ એમ બે પોઝિટિવ દર્દી મળી આવ્યા છે.

નર્મદા જિલ્લા માંથી ગતરોજ મોકલેલ ૫૮ માંથી ૨ સેમ્પલ ના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે જેમાં એક ડેડીયાપાડા તાલુકાના ઝાંખ ગામમાં ૪૦ વર્ષીય સુકરાબેન મગનભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સેલંબા ગામમાં અંબે ગ્રીનસીટી માં રહેતા ૪૮ વર્ષીય જોતેન્દ્રભાઈ સપતમદાસગોખલાણી ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
હાલ કુલ ૧૧ દર્દી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ છે અને આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૬ કેસ કોરોનાના પોઝિટિવનોંધાયા છે આવે વધુ ૪૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે આજે સાજા થયેલ ૬ દર્દીઓને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી છે

(11:47 am IST)