Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દેડીયાપાડાના એક ઘરમાં અલગ અલગ જગ્યાએ દાટેલો ઇગ્લીશ દારૂ પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હાલ સમગ્ર રાજ્યમાં દારૂ,જુગાર સહિતની આવી બે નંબરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પોલીસ કડક વલણ અપનાવે છે ત્યારે આવા તત્વો પોતાનો વેપલો ચાલુ રાખવા અવનવા પેંતરા અપનાવતા હોય અંતે પોલીસ ને બાતમી મળતા તેમનો પર્દાફાશ થાય છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે એક ઘરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર દાટેલો વિદેશી દારોનો જથ્થો પણ દેડીયાપાડા પોલીસે શોધી કાઢી વધુ એક સફળ કામગીરી પાર પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદ પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને કડક સૂચના મળતા દેડીયાપાડા પો.સ્ટે. ના પીએસઆઇ એ.આર.ડામોર તેમજ ટીમ પેટ્રોલિંગ માં હતા ત્યારે પીએસઆઇ ડામોર ને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે દેડીયાપાડા ના ટેકરા ફળીયામાં રહેતો મુકેશ સોમાભાઇ વસાવા તેના ઘરમાં ગેરકાયદેસર ઇગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે માહિતી ના આધારે પોલીસે રેઇડ કરતા ઘરની અભેરાઇ ઉપરથી એક સ્ટીલના નળામાંથી દેશી દારૂ સૌફ ૯૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ- ૩૦ કિ.રૂ.૩૦૦ તથા વાડામાં ઘરની દિવાલ નજીક જમીનમાં દાટેલા એક માટલામાંથી વ્હીસ્કીના કાચના ક્વાટરીયા નંગ-૬ કિ.રૂ.૬૦૦ તથા ઘરની અડાળીના ખુણાના ભાગે માટીમાંથી બીયર ટીન નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦ તથા વ્હીસ્કીનો કાચનો હોલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ મળી કુલ કિ.રૂ.૩૦૦૦ નો પ્રોહી.મુદામાલ પકડી આરોપી મુકેશ સોમભાઇ વસાવા વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

(11:45 am IST)