Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લોકડાઉનમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જોરદાર વધારો

અઢી મહિના સુધી લોકડાઉન ચાલ્યું અને ત્યારબાદ અનલોક ચાલી રહયું છે તેવામાં પણ અનેક લોકો ઘરમાં રહીને બબાલ કરી રહ્યાં હતાં

અમદાવાદ, તા.૬: દેશમાં કોરોના મહામારીને લઈ માર્ચના અંતિમ દિવસોથી આશરે અઢી મહિના સુધી લોકડાઉન ચાલ્યું અને ત્યારબાદ અનલોક ચાલી રહયું છે તેવામાં પણ અનેક લોકો ઘરમાં રહીને બબાલ કરી રહ્યાં હતાં. આ વાત અમે નહીં પરંતુ અભયમનો આંકડો સામે કહી દે છે. ગુજરાતમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં સામાન્ય મહિનામાં જે ઘરેલુ હિંસાના આંકડા આવતા હતા તેવામાં લોક ડાઉન માં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ડોમેસ્ટિક વાયોલોન્સના કેસમાં અભ્યમ દ્વારા અનેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે. ઓકટો. ૨૦૧૯માં અભ્યમ દ્વારા કુલ ૧૩૭૪૦ કેસો લેવામાં આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના ૪૪૭૬ કેસો હતા. નવેમ્બર ૨૦૧૯માં ૧૨૭૫૫ના સામે ઘરેલુ હિંસાના ૪૩૧૨ હતા. ડીસેમ્બર૨૦૧૯માં ૧૨૨૫૪ સામે ઘરેલુ હિંસાના ૩૬૯૫ કેસો હતા.

જાન્યુઆરી ૨૦૨૦માં અભ્યમમાં ૧૧૬૦૧ કેસો આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના ૩૮૦૯ કેસો હતા. ફેબ ૨૦૨૦માં ૧૦૫૮૬ કેસોની સામે ૩૯૬૫ ઘરેલુ હિંસાના કેસો હતા. માર્ચમાં ૧૦૧૧૫ કેસોમાં ૪૦૪૦ કેસો માત્ર ઘરેલુ હિંસાના સામે આવ્યા હતા, પરંતુ હવે એપ્રિલ ૨૦૨૦ના વાત કરીએ તો અભ્યમને ૮૭૭૪ કેસો મળ્યા હતા અને જેમાં દ્યરેલુ હિંસાના ૪૧૨૪ કેસો સામે આવ્યા.

ત્યાર બાદમેં મહિનામાં પણ ૧૦૨૯૬ કેસો મળ્યા અને જેમાં દ્યરેલુ હિંસાના ૪૫૯૮ કેસો સોલ્વ કર્યા અને જૂન ૨૦૨૦માં પણ આવી જ રીતે ૯૭૫૦ કેસો આવ્યા હતા અને જેમાં ૪૩૫૧ કેસો તો ઘરેલુ હિંસા ના જ હતા. લોક ડાઉનમાં જે રીતે કેસો વધ્યા છે તેનાથી અંદાજો આવી જાય છે કે, કઈ રીતે અનેક લોકોના ઘરમાં એક સાથે રહેવાને લઈ બબાલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વાત કરીએ તો ચાંદખેડા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેના પુત્રીને અન્ય જગ્યાએ લઈ જવા મામલે તેના પતિએ તેની પુત્રી અને તેને ઢોર માર માર્યો હતો. આવી જ રીતે સોલામાં પણ નાસ્તા જેવી બાબતે એક મહિલાના પતિએ પત્નીને માર માર્યો હતો અને દારૂ પીને બબાલ કરતો હતો. આવી અનેક ફરિયાદો પણ થઈ છે.

(10:12 am IST)