Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અમદાવાદ મનપાની મેલેરિયા વિભાગનું 108 સાઈટો પર ચેકીંગ : 57ને નોટિસ ફટાકરી : ચાર સાઇટોને સીલ

મેલેરિયા .ડેન્ગ્યું, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવવા કાર્યવાહી

અમદાવાદ:શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા કન્સ્ટ્રકશન સાઇટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ

 ચેકિંગ દરમિયાન કુલ 108 સાઇટો ચેક કરવામાં આવી હતી. જેમાં 57 સાઇટોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ચાર સાઇટોને સીલ કરવામાં આવી હતી

   શહેરના શાહીબાગમાં આવેલી મધ્યઝોનની સિદ્ધી કોર્પોરેશન બાંધકામ સાઇટ,પશ્વિમ ઝોનના પાલડીમાં આવેલી અરિંહત રેસીડન્સી, દક્ષિણઝોનમાં આવેલા ખોખરામાં રીંકુ બાંધકામ,અને થલતેજના ઉત્તર પશ્વિમઝોનમાં આવેલી જયહિંદ કન્સ્ટ્રકશન સાઇટને સીલ કરવામાં આવી હતી.અને કુલ 2 લાખ 10 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા .ડેન્ગ્યું, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવવા તેમજ નિયંત્રણ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(12:58 am IST)