Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

તરણેતર ડેમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી :2,20 કરોડની મશીનરી જપ્ત

ખાણ ખનીજ વિભાગે દરોડો પડતા ખનીજ માફિયાઓમાં ભાગદોડ

રાજ્યમાં દિવસેને દિવસે ખનીજ ચોરીના બનાવો વધતા જાય છે. આ લોકોને જાણે કાયદાનો કોઈ ડરના હોય તેમ ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે  તરણેતરમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ચકચાર મચી હતી.

  તરણેતર ડેમ વિસ્તારમાં ફરિયાદને આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડીને સપાટો બોલાવતા ખનીજ માફિયાઓમાં ભગદડ મચી ગઇ હતી. તંત્ર દ્વારા 1.80 કરોડના 3 હિતાચી અને 40 લાખની કિંમતના ડમ્પર સહિત કુલ 2.20 કરોડની મશીનરી કબજે કરીને કાનૂની કાર્યવાઇ હાથ ધરી હતી.

(8:41 pm IST)