Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર.સી.લાહોટી અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં સોમવારે મુલાકાતે

રાજકોટ, તા.૬: સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી રમેશચંદ્ર લાહોટી સોમવારે તા.૮/૭ના રોજ અમદાવાદની સત્ય સાંઈ હોસ્પિટલ ખાતે હાજર રહેશે.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લા ૧૯ વર્ષથી આ સેવા કાર્યમાં કાર્યરત છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે.કલામે આ હોસ્પિટલને ''દિલ વિધાઉટ બીલ''ના નામથી બિરદાવેલ છે.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ નવેમ્બર ૨૦૧૮થી શરૂ થઈ ગઈ છે. ૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર અને ૨ કેથ લેબ ધરાવતી આ હોસ્પિટલમાં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના સમાજના ગરીબ વર્ગના હૃદયની તકલીફ ધરાવતા લોકોને વિનામૂલ્યે નવજીવન અપાય છે. સેવા ક્ષેત્રે આ એક ક્રાંતિ છે.

(3:46 pm IST)