Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજ્યમાં 100 ટકા નળ સે જળ સંકલ્પ સાકાર કરીને ઘેર-ઘેર શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ : વિજયભાઈ

પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિદિવસીય ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  2022 સુધીમાં ગુજરાતમાં 100 ટકા નલસેજલ સંકલ્પ સાકાર કરી સૌને ઘરે ઘરે  શુદ્ધ [પીવાલાયક પાણી પહોંચાડવાની નેમ વ્યકત કરી છે

 તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નળ સે જળ સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે

 મુખ્યમંત્રી રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની  ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે  ઉપસ્થિતરહ્યાહતા

 તેમણેસ્પષ્ટપણેકહ્યુંકેગુજરાતેપાણીનીપાણીદારવ્યવસ્થાછેલ્લા2 દાયકામાં  અદ્યંતનમાળખાકીયસુવિધાવિક્સાવીને  ગુજરાતવોટરડેફિસિટસ્ટેટનીછાપભુલાવીદીધીછે

 હવે સમય છે ટેક ઓફ નો એવું આહવાન કરતા વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે  છેવાડાના માનવીને પણ પાણીની   સરળ ઉપલબ્ધીના આયોજન નાણાના અભાવે અટકવા નહીં દેવાય.

 તમે સંકલ્પ કરો સરકાર તમારી પડખે છે તેવી પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આઝાદીના 60 65 વર્ષ સુધીપીવાનાપાણી રસ્તા ગટરલાઈટ જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી કમનસીબી છે.

 હવે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આ સરકારે આઝાદીની 75 મી વર્ષગાંઠ  2022 માં ઉજવીયે ત્યાં સુધીમાં દેશને આવી સુવિધાઓ સંપૂર્ણતઃપુરી પાડવાસાથે   પાણીના રિસાયકલ  રિયુઝટ્રી ટેડવોટરનો ઉપયોગ વગેરે  દ્વારા સમય સાથે ચાલીને સાતત્યપૂર્ણ વિકાસની નેમ રાખી છે.

 પાણીને વિકાસનો આધાર ગણાવતા મુખ્યમંત્રીએ સૌને પૂરતું પાણી શુદ્ધપાણી પહોંચાડી આરોગ્યપ્રદ જીવનસ્વસ્થ તન્દુરસ્ત સમાજ અને વ્યક્તિ નિર્માણથકી વિકાસના નવા સિમાચિહ્નો હાંસલ કરવાપ્રેરણા આપીહતી.

 પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા  નર્મદા અને જળસંપત્તિ સલાહકાર બી એન નવલાવાલા પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

(2:23 pm IST)