Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

તાપી જિલ્લામાં મેઘરાજા મહેરબાન : વ્યારા, ડોલવણમાં 3.5 ઇંચ ખાબક્યો

ઉચ્છલમાં સવા 3 ઈંચ, વાલોડમાં સવા 2 ઈંચ, સોનગઢ,નિઝર કુકરમુંડામા 2 ઇંચ વરસાદ

તાપી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં વ્યારામા  3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડમાં સવા 2 ઈંચ અને ડોલવણમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. સોનગઢમાં 2 ઈંચ, ઉચ્છલમાં સવા 3 ઈંચ અને નિઝરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

 જ્યારે કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી 276.18 ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 4200 ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક 600 ક્યુસેક છે.

(12:21 pm IST)