Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજ્યના 129 તાલુકામાં વરસાદ : સવારથી નવસારી, તાપી, મહીસાગર અને છોટાઉદેપુર સહિતના જિલ્લામાં મેઘસવારી

અમદાવાદ ;રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે

  દરમિયાન આજે વહેલી સવારથી નવસારી, તાપી, મહીસાગર અને છોટાઉદેપુર સહિતના કેટલાક જીલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે અને વરસાદી માહોલ છવાયો છે

રાજ્યમાં મેઘસવારીથી ગરમીમાં લોકોને રાહત મળી છે અને નદી નાળા છલકાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે સચરાચર મેઘસવારીથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

(12:08 pm IST)