Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સુરતની રેલી હિંસક : ગૃહમંત્રીએ કહ્યું ગુંડાગીરી યોગ્ય નથી :હિંસા કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે

ઝડપથી મામલો થાળે પાડવા અને ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધવા સૂચના

 

સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હિંસક બની હતી મામલે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રેલી યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી છતા પણ રેલીનું આયોજન કરાયું હતું પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કામગીરી કરી છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રેલી માટે મંજૂરી આપવામાં આવી હતી, અગાઉ પણ આવો કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો, ફરીવાર એજ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી શકાય નથી, પ્રકારની ગુંડાગીરી યોગ્ય નથી, મને સ્થાનિક પોલીસ પર ભરોસો છે. તથા હિંસા કરનારા વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.
સુરતની ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઝડપથી મામલો થાળે પાડવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે અને ટોળા વિરુદ્ધ ગુનો નોંધવા આપી સૂચના પણ આપવામાં આવી છે

(12:27 am IST)