Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બુલેટ ટ્રેન માટે પ્રથમ ટેન્ડર પ્રસિદ્ધ :નવસારી જિલ્લામાં બ્રિજ બનાવવા ટેન્ડર બહાર પડાયું

અમદાવાદ :મોદી સરકારની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન માટે તૈયારી થઇ રહી છે જમીન સંપાદન માટે કેટલીક જગ્યાએ ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે ભારતીય રેલવેએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 10,000 કરોડ રૂપિયામાં 1,400 હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરી છે તેવામાં આ પ્રોજેક્ટ ટ્રેક પર આવતો દેખાઈ રહ્યો છે. નેશલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ ગુજરાતના નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન માટે બ્રીજ બનાવવા માટે પહેલું ટેન્ડર બહાર પાડ્યું છે

(11:41 pm IST)