Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમદાવાદમાં રાજકારણમાં જોડાયેલા તબીબ પતિ દ્વારા તબીબ પત્નીને ત્રાસઃ સાસરીયાના પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદના બાપુનગરમાં રહેતી એક તબીબ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ સહિત સાસરિયાના પાંચ લોકો તેના પર ત્રાસ ગુજારી રહ્યા છે. મહિલાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ તેની પાસેથી રૂ. 50 લાખ અને કારની માંગણી કરી રહ્યો છે. મહિલાનો પતિ પણ તબીબ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આ કેસમાં મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે મહિલાનો તબીબ પતિ રાજકારણમાં જોડાયેલો છે. મહિલાએ ફરિયાદમાં તેના પર 2003ના વર્ષથી ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

(6:32 pm IST)