Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગાંધીનગર એસઓજીએ અડાલજમાં મકાનમાંથી 1.69 લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાહીત પ્રવૃતિઓ ડામવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજી પોલીસની ટીમે અડાલજ પાસે ખોરજ ગામમાં મકાનમાંથી ૧.૬૯ લાખની કિંમતનો ૧૬.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો. મુળ બિહારના આ શખ્સની અમદાવાદ પોલીસ દ્વારા અટક કરવામાં આવી ત્યારે તેની પુછપરછ બાદ પોલીસ દ્વારા તેના ઘરની તપાસ કરવામાં આવી હતી જેમાં આ ગાંજો મળી આવ્યો હતો. તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એકટના ગુનામાં રાજેશ જંગલીમહતો મલ્લા રહે.ખોરજને ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી સાબરમતી પોલીસ દ્વારા ગાંધીનગર એસઓજીને આ આરોપીના ઘરની તપાસ કરવા માટે રીપોર્ટ કરાયો હતો.

(5:20 pm IST)