Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વડોદરા નજીક રિક્ષામાં જઈ રહેલ વૃદ્ધા સાથે મુસાફરના સ્વાંગમાં બેઠેલ બે ગઠિયાએ સોનાની બંગડી સેરવી લીધી

વડોદરા:શહેરના હરણીરોડથી શટલિયા રિક્ષામાં સ્ટેશન જઈ રહેલી વૃધ્ધા સાથે સહમુસાફરના સ્વાંગમાં બેઠેલા મહિલા સહિત બે ગઠિયાએ વૃધ્ધાએ હાથમાં પહેરેલી સોનાની ૫૦ હજારથી બંગડીઓ સેરવી લીધી અને વૃધ્ધાને કારેલીબાગમાં ઉતારીને  તેઓ ફરાર થયા હતા.

જુનાપાદરારોડ પર શ્યામ એવન્યુમાં રહેતા ૭૦ વર્ષીય બૈયરાજબા છાસઠિયા ગઈ કાલે  હરણીરોડ પર સંગમ ચાર રસ્તા પાસે રહેતા પુત્રનો જન્મદિવસ હોઈ તેને મળવા માટે આવ્યા હતા.

પુત્રને મળીને બપોરે તે સ્ટેશન જવા માટે સંગમ ચારરસ્તાથી શટલિયા રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં અગાઉથી જ સહમુસાફરના સ્વાંગમાં એક યુવતી અને એક યુવક બેઠો હતો.

રિક્ષા સંગમ ચારરસ્તાથી કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા પર પહોંચે તે અગાઉ તેમની આજુબાજુમાં બેઠેલા બંને ગઠિયાઓએ નજર ચુકવીને તેમના હાથમાંથી બે તોલાની ૫૦ હજારની બે બંગડીઓ સેરવી લીધી હતી.

(5:20 pm IST)