Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વડોદરાના કિશનવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 12 જુગારીઓને 6.55 લાખની મતા સાથે દબોચ્યા

વડોદરા:શહેરના કિશનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસે દરોડો પાડી ૧૨ જુગારિયાઓની રોકડ અને વાહન સહિત ૬.૫૫ લાખથી વધુની મતા સાથે ધરપકડ કરી હતી.

કિશનવાડી વુડાના મકાનમાં બ્લોક-૨માં રહેતા પિન્ટુ વણઝારાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા વારસિયા પોલીસે આજે પિન્ટુના ઘરે દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમી રહેલા પિન્ટુ દલપત વણઝારા તેમજ અભય મનજીભાઈ વણઝારા (હનુમાન ટેકરી,ડભોઈરોડ), ઈશ્વર નારસિંહ વણઝારા લક્ષ્મીનગર,આજવારોડ, પકંજ છગન વણઝારા (લક્ષ્મીનગર,આજવારોડ), પ્રધાન હેમા વણઝારા (લક્ષ્મીનગર આજવારોડ),અર્જુન નરસિંહ વણઝારા (લક્ષ્મીનગર,આજવારોડ), સંજય અખિયા વણઝારા (જેપીનગર આજવારોડ), જીતુ દલપત વણઝારા( કિશનવાડી,વુડાના મકાનમાં), ભરત વિરા વણઝારા (લક્ષ્મીનગર,આજવારોડ), જગદીશ દલપત વણઝારા (કિશનવાડી વુડાના મકાનમા)ં,ગજુ પૂજા ભરવાડ( ભરવાડવાસ,વારસિયા )અને  મધ્યા હુકમસીંહ વણઝારા (હનુમાનટેકરી ,ડભોઈરોડ)ની પોલીસે ધરપકડ કરી હતી.

(5:20 pm IST)