Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મહેમદાવાદની નેનપુર ચોકડી નજીક કતલખાને લઇ જવાતા 5 વાછરડાંઓને બચાવાયા

મહેમદાવાદ:પંથકના નેનપુર ચોકડી નજીકથી કતલખાને લઈ જવાતા પાંચ નાના વાછરડાઓને બચાવી લેવાયા છે. પોલીસે વાહન ચાલકની અટકાયત કરી કુલ રૃા.૨,૧૩,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

તાલુકાના નેનપુર ચોકડી નજીક ગત્ રાત્રે મહેમદાવાદ પોલીસના માણસો વાહન ચેકીંગમાં ઉભા હતા. દરમ્યાન ત્યાંથી પસાર થતી સફેદ કલરની મહેન્દ્ર બોલેરો પીકઅપ ડાલુ નં.જી.જે.૭ વાય.વાય.૩૪૭૨ને પોલીસે અટકાવી હતી. વાહનની તપાસ આદરતા પાછળ પાંચ જેટલા નાના વાછરડાઓ ક્રૃરતા પૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા. આથી પોલીસે ચાલક મુનવારહુસેન ઉર્ફે મુન્નો શરીફમીંયા મલેક (રહે.મહેમદાવાદ)ની પુછતાછ કરી હતી. પોલીસની પુછતાછમાં તેણે જણાવ્યું કે આ વાછરડાને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું કબુલ્યું હતું.

તેથી પોલીસે આરોપી મુનવારહુસેન ઉર્ફે મુન્ના મલેકની અટકાયત કરી રૃા.૩૦,૦૦૦/-ના પશુ સાથે વાહન મળી કુલ રૃા.૨,૧૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે પશુ સંરક્ષણ અધિનીયમ અંગેની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથધરી છે. 

(5:20 pm IST)