Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભિલોડાના કુડોલપાલમાં ખેડૂતોને સબસીડીવાળી લોન અપાવવાના બહાને 9 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ફરિયાદ

ભિલોડા: તાલુકાના કુડોલપાલ ગામના ખેડૂત સહિત પંથકના સંખ્યાબંધ ખેડૂતોને સબસીડી વાળી લોન આપવાના બ્હાને રૃપિયા ૭ લાખ ઉઘરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરનાર ઈસમના કરતૂતે ચકચાર મચાવી છે.જયારે આ ઈસમ વિરૃધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આ મી.નટવરલાલ વિરૃધ્ધ તપાસ હાથ ધરી છે.

કુડોલપાલ ગામના પ્રદીપભાઈ ડામોરએ ગત બુધવારના રોજ ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમાં જણાવ્યા મુજબ પ્રદીપભાઈ ડામોર ને બે  વર્ષ અગાઉ ઈડર તાલુકાના સીયાસણ ગામના અમરતભાઈ પરમાર સાથે ભિલોડાના બસ સ્ટેન્ડે ભેટો થયો હતો.અગાઉથી પરિચીત આ શખ્શ સાથેની મિત્રતા ના કારણે અમરતભાઈ પરમારે  એલઆઈસી એજન્ટ હોવાનું અને નાની મોટી બેંકોના કોન્ટેકમાં હોઈ કોઈપણ પ્રકારની લોન લેવી હોય તો કરી આપીશ એમ જણાવ્યું હતું.

અમરતભાઈ પરમારે હાલ નાબાડ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નામની બેંક અરવલ્લી-સાબરકાંઠા જેવા જિલ્લામાં ચાલતી હોય જેમાંથી ઘણા ખેડૂતોને ભેંસોના તબેલા બનાવવા તેમજ સબસીડી માટેની લોન અપાવેલ છે.એમ કહી પ્રદીપભાઈ ડામોરને વિશ્વાસમાં લીધા હતા.આ શખ્શની  વાતોમાં આવી કુડોલપાલ ગામના પ્રદીપભાઈ ડામોર સહિતના કેટલાય ખેડૂતો-પશુપાલકો એ આ ઈસમ પાસેથી લોન લેવા તૈયારી બતાવી હતી.

(5:18 pm IST)